સ્થળ : અંગ વ્યાયામ ચિકિત્સક સિવિલ હોસ્પિટલ અમદાવાદ તારીખ : 21- ઑગસ્ટ , મંગળવાર રૂમ નંબર ૬ ની બહાર હું બેઠો હતો. અને ત્યાં ના માહોલમાં ઢળવાનો પ્રયાસ કરી રહ્યા હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલ (જે દીવાલ પર ચોંટાડી રાખ્યા છે) તેનું નિરીક્ષણ કરતો હતો. અચાનક સામે થી એક છોકરી આવી. ઉપર સફેદ કોટ અને અંદર ગુલાવી રંગનો ડ્રેસ, દુનિયાથી બેખબર, હવામાં લહેરાતી લટ ને કાન પાછળ લઈ જતી, થોડી મનમાં ને મનમાં મલકાતી, આંખના ખુણામાંથી મોહક રીતે જોતી, અને પોતાની ધૂનમાં ને ધૂનમાં ચાલતી,જ્યારે મેં તેને પહેલી વખત જોઈ. હૂબહૂ અપ્સરા જેવી. ( વાર્તામાં સાંભળ્યું હતું)