*આટલી અમથી વાત* વાર્તા... ૧૭-૨-૨૦૨૦આ વાત છે આશરે પચાસ વર્ષ પહેલાં ની...નાની અમથી વાત નું વતેસર થઈ ગયું.. અને રજનું ગજ થઈ ગયું અને બે જીવો નો ભોગ લેવાઈ ગયો... આટલીક અમથી વાત ને હું ( ટણી ) પદ થી લાગણીઓ નાં સંબંધ ટૂટી ગયો....આણંદ પાસેના એક નાનાં ગામડાંમાં રહેતાં ઓચ્છવલાલ નો પરિવાર...ઓચ્છવલાલ અને મહાલક્ષ્મી ની જોડી આખા ગામમાં વખણાતી...બન્ને નો પ્રેમ એકમેક માટે અપાર હતો.. જો મહાલક્ષ્મી અગિયારસ કે સામા પાંચમા નો ઉપવાસ કરે તો ઓચ્છવલાલ પણ ઉપવાસ કરે એટલે એ જમાનામાં બધાં મશ્કરી પણ કરે..પણ એ બન્નેનાં પ્રેમમાં કોઈ જ ફર્ક ના પડે.ઓચ્છવલાલ અને મહાલક્ષ્મી ને કુલ છ સંતાનો