રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૯ અગ્નિરાજના કક્ષમાં રહેલાં દર્પણની પાછળથી મળેલાં ચર્મપત્રમાં બનેલો નકશો રુદ્ર અને મેઘનાએ જેવો જ જોયો એ સાથે જ એમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. આ નકશો નિમલોકો સાથે કરવામાં આવેલી સંધિનું સ્થાન દર્શાવતો હતો, જે હતું રત્નનગરીની દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલી મંદાકિની ગુફા. "રુદ્ર, તું વહેલીતકે આ ગુફામાં જઈને એ સંધિ શોધી કાઢ જેનાં લીધે નિર્દોષ નિમલોકો આટઆટલા વર્ષોથી અન્યાયનો સામનો કરી રહ્યાં છે. એ સંધિનો તું એકવાર નાશ કરી દે એટલે એ લોકો પર લાદવામાં આવેલાં નિયમોનો તત્કાળ અંત આવી જશે." મેઘના રુદ્રને ઉદ્દેશીને બોલી. "મેઘના, હું અત્યારે જ જરા અને દુર્વાને લઈને મંદાકિની