છણકા ની જમાવટ

  • 2.7k
  • 776

(1) પત્ની કેલી ના છણકા ની જમાવટવરસાદ ના મામૂલી છાંટા પડતાં હતા ! પાવર કંપની ના સાહેબ આમથી તેમ આટા મારતા હતા , ટેન્શન માં ! બંન્ને બાજુના ! એક તો ઘર ની ચિંતા ઉપરથી ઓફિસ ની ! ગમે ત્યારે ગ્રાહક નો ફોન આવી શકે તેમ હતો ,તેની સાહેબ ને ખાત્રી જ હતી, કારણ કે છાંટા પડતાં હતા ! સાહેબે વિચાર્યું કે ઓફિસ નું કામ તો થાતાં થશે પેલા ઘર ની ચિંતા કરીએ ! સાહેબે મોબાઇલ હાથ માં લીધો પત્ની કેલી ને ફોન લગાડ્યો, હેલ્લો હા તને ફોન અરજન્ટ એટલે લગાડ્યો છે કે મને તારી અને ચીકુડા ની ચિંતા થાય