નાનપણ થી એકબીજાની આંગળી પકડી સ્કૂલે જઈ રહેલા ગુડી અને મેક આજે મોટા થઈ કોલેજ કરી રહ્યા હતા. તેમની દોસ્તી ગામ માટે મિશાલ હતી. બંને સાથે રમતા, સાથે વાતો કરતા અને ક્યારેક ઝગડો પણ કરતા. પરંતુ મિત્રો વચ્ચે લાગણી ની લડત ચાલી રહી હોય તેવું લાગતું, સાથે સાથે બંને પરિવારોમાં પણ સારી મિત્રતા હતી, એક સ્કુટી પર કોલેજ જતા ને સ્કુટી પર બંને ને હસી મઝાક તો રહેતી. સમય પસાર થતો ગયો ને બંને વચ્ચે પરસ્પર લગાવ પણ વધવા લાગ્યો. બંને વચ્ચેના સંબંધો ફૂલો ની જેમ ખીલવા લાગ્યા, કદાચ દોસ્તી કરતા વધારે લાગણી બંને વચ્ચે થઈ ગઈ. એક બીજા પ્રેમ