દરેક ક્ષેત્રમાં સફળતા - 10

(13)
  • 3.6k
  • 3
  • 1.3k

હવે બીજી બાજુ એક પૈસાદાર ઘરની સ્ત્રી હતી જેની સેવા માટે કેટલાય નોકરો ખડે પગે રહેતા. તેણે એક નાનુ અમથુય કામ કરવાનુ ન’તુ તેમ છતાય તે પોતાના બાળકો શું કરે છે, કોની સાથે રમે છે, તેઓને કેવા સંસ્કાર મળે છે તેની કશી કાળજી રાખતી નહી. તેણેતો એમજ માની લીધુ હતુ કે ઘરના કામતો નોકરોએજ કરવાના હોય, જો નોકર એક દિવસ ન આવે તો આખો દિવસ ઘરમા ગંદકી ફેલાયેલી રહેતી પણ તે એક તણખલુ પણ ઉપાળવાનો પ્રયત્ન કરતી નહી. શું મોટા ઘરની માલકિન હોવાને નાતે તેના ઘર પરીવારની સાર સંભાળ રાખવાની તેની જવાબદારી નથી બનતી ? ઘરના આવા વાતાવરણને કારણે તેના