અંતિમ વળાંક પ્રકરણ ૧૫ પરમાનંદનાં આશ્રમેથી નીકળીને ઇશાન હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આખા રસ્તે તેને પરમ સાથે ગાળેલા શાળા જીવનના એ મધુર દિવસો યાદ આવતા હતા. ગરીબ વિધવા મા નો એક નો એક દીકરો પરમ બાળપણથી જ ધાર્મિક વિચારો વાળો તો હતો જ. પરમના આગ્રહને વશ થઇને જ ઇશાન તેની સાથે સ્કૂલની નજીકમાં આવેલ મહાદેવના મંદિરે દરરોજ દર્શન કરવા જતો. આખી દુનિયા ભૂલીને એકદમ ભાવવિભોર થઈને અંતરના જે ભાવથી પરમ મહાદેવજીના દર્શન કરતો તે કાયમ ઇશાન નિરખી રહેતો. એક વાર મંદિરની બહાર આવીને બંને મિત્રો ઓટલે બેઠા હતા. ઈશાને પૂછયું હતું “પરમ રોજ ભગવાન પાસે તું શું માંગે