ચણોઠીનાં વન એટલે જીવન - 15

  • 2.8k
  • 1
  • 984

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 15 વિજય શાહ સન્માનની સાડી “રોશની દીપને આ સમાચાર આપી દેજે. પાછો તેને વાંધો ના પડે.” “ભલે!” જ્વલંતની જેમ એકાક્ષરી જવાબ આપી રોશની તેનું ગુસ્સા વાળું મો છુપાવવા પાછળ ફરી ગઈ. જ્વલંત કહે “મા તરીકે ભલે તું ભુલી જાય પણ રોશની તે અપમાનો ભુલી નથી.” “ એટલે?” હીના વિચિત્ર રીતે જ્વલંત સામે જોતા બોલી. “દીપ નાના મોટાનું માન નથી રાખતો એટલે રોશની ને ગમતું નથી.” રોશનીએ દીપને ફોન લગાડીને કહ્યું “ મૉમને એમ ડી એંડર્સન હોસ્પીટલમાં લીંફનોડ નું ઓપરેશન કરાવ્યુ છે.. “ ફોનને સ્પીકર મુકતા રોશની બોલી “મોમને તને જણાવવુ હતું તેથી મેં ફોન કર્યો