રાજકોટના બીજા રીંગરોડ પરનું એ 'ડી.પી.હાઉસ'. ત્રીસ માળના વિશાળ બિલ્ડીંગ ફરતે દોરાયેલા ચીત્રો જોનારને અચંબીત કરી મુકતાં. તેનો આ કલાત્મક દેખાવ દર વર્ષે બદલાતો રહેતો. આની પાછળ દિવાન પંડિતનો કલાપ્રેમ જવાબદાર હતો. 40,000 કરોડની માર્કેટવેલ્યુ ધરાવતું 'દિવાનપંડીત' ગ્રુપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતાં ઉઘોગ એકમોમાનું એક હતું. શિપિંગ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ, કેમિકલ, ટેકનોલોજી અને ફૂડ & એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જેવા અનેક સેકટરમાં આ ગ્રુપનો બિઝનેસ ફેલાયેલો હતો.1990માં અશોક પંડીત અને મહાવીર દિવાન નામના બે મિત્રોએ આનો પાયો નાખ્યો હતો.. બાર વર્ષ બાદ મહાવીર દિવાન એક રોડ