છેલ્લે આપણે જોયું કે મિલી અને જેકની દોસ્તી થઈ જાય છે. તથા જેક મિલી પર નજર રાખે છે. જેક અને મિલી વચ્ચે નાનકડો ઝગડો પણ થાય છે. હવે આગળ....... ******* જેક અને મિલી સામસામે એકબીજાને વારંવાર ફોન કરવાની કોશિશ કરે છે. પરંતુ તે બન્ને એકજ સમયે એકબીજાને કોલ કરતા હોવાથી તેમના ફોન બીઝી જ આવે છે. મિલીને લાગતું હતું કે તેને જેક સાથે થોડી વધારે જ સખ્તાઈથી વાત કરી હતી. તે એના કામ વિશે તથા સાથે કામ કરતા લોકો વિશે જ પૂછતોં હતો, એમા કોઈ મોટી વાત નહતી. આમપણ અહીં તે કોઈને ઓળખતી નથી, તેવી સ્થિતિમાં જેક તેને ખૂબ જ