એક અધૂરી દાસ્તાં... - 6

  • 2.2k
  • 1
  • 872

6.ધીમે ધીમે અમારી વચ્ચે થોડું બદલાવા લાગ્યું હતું. એમાં પહેલા જેવી પ્રેમની પરિભાષા નહોતી રહી. કામમાં લાગ્યા પછી મને એવું લાગવા માંડ્યું હતું કે અવિનાશ મારા પર ઓછું ધ્યાન આપે છે. પછી તો મળવાનો સમય પણ ઓછો થવા લાગ્યો હતો. મને ઘણી વાર એની યાદ આવતી પણ અવિ હોતો નહીં... મને ઘણી વાતો કરવાનું મન થતું પણ અવિ કામમાં હોય... મારી સામે નિરાશા ઘેરાવા લાગી હતી. ‘તું હમણાંથી ચુપ ચુપ રહે છે, કોઈ કારણ અનુ ?’‘નહીં તો...’‘પણ તું પહેલા જેટલી વાતો નથી કરતી.’‘તું ક્યાં હોય છે દરરોજ અવિ ? કોની સાથે કરું ?’‘પણ હું સાથે હોઉં ત્યારે તો કરી શકે ને