તારો અહેસાસ - 1

(25)
  • 2.9k
  • 1
  • 910

અપાર કુદરતી સૌંદર્યથી મઢેલું , ઉંચા પહાડો અને હરિયાળી વનરાજીથી છલકાયેલુ સુંદર હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. બારે મહિના આ સ્થળની ખૂબસૂરતી જોવાલાયક હોય છે. આવી જ એક શિયાળાની હુંફાળી બપોરે એક વિશાળ બંગલાની બાલ્કનીમાં કોઈ બેધ્યાનપણે બેસેલુ હતું. તે માહી હતી .જિંદગીના ત્રણ દાયકા વટાવી ચૂકેલી છતાં પણ યુવાનીના ઉંબરે હજુ પગલું જ માંડ્યુ હોય તેવું મોહક અને નમણુ રૂપ , દૂધથી પણ સફેદ ચહેરાનો રંગ અને ચહેરાની ડાબી બાજુએ ગાલ પર લાગેલો કાળો તલ જાણે પૂનમ ના ચાંદ પર લાગેલા સુંદર દાગ જેવો દેખાતો હતો. સ્વર્ગની અપ્સરાઓને પણ શરમાવે તેવું રૂપ હોવા છતાં પણ