અહમ લઘુકથાઓ

  • 2.2k
  • 2
  • 506

લઘુકથા: દાદાઆ પેન આકળ-વિકળ થઈ એટલે લખવા બેઠો. મારા ગામડાના ઘરે ફળિયામાં અડીખમ ઊભેલા પીપળાને જોઈ હમેશા લખવાની પ્રેરણા મળે. અનેક ખાટા-મીઠા પ્રસંગોના પાન આ પીપળાની ડાળીએ હજુ ઝૂલ્યા કરે છે. મારા દાદા એ પીપળાને બાળપણથી ઉછેરી મોટો કરેલો. દાદા આસપાસના ગામમાં ગોરદાદા તરીકે પુજાય જ્યારે આ પીપળાને આખું ગામ પુજે. “પીપળામાં પ્રેતનો અને પિતૃઓનો વાસ હોય, આ પીપળો તમને ક્યારેય ઊંચા નહીં આવવા દે, આ પીપળાને લીધે તમારા ઘરમાં કંકાસ છે, આ પીપળો તમારું ધનોત-પનોત કાઢી નાખશે.......” આવી અનેક વાતો દાદાને કહેવાતી પણ દાદા કશું સાંભળતા નહીં. પીપળો પડકાર પણ ફેકે અને વળી પ્રેમથી માથે હાથ પણ ફેરવે. ઘરમાં ઝઘડાઓ