શબનમ એક સુંદર છોકરી.ગોરો વાન,હરણી જેવી આંખો,લાંબુ નાક,આકર્ષક શરીર,વાંકોડિયા વાળ અને રમતિયાળ સ્વભાવ.ચહેરા પર મુસ્કાન ને શરારત.ગામ ની સુંદર છોકરીઓ માં પ્રથમ આવે એવી.કુટુંબ માં બધા કરતા નાની અને બધા ની લાડકી.થોડી વણરાગી પણ ખરી.દસમુ પાસ થઈ ન થઈ ને માં-બાપ ને ઉતાવળ પડી હાથપીળાં કરવાની. કેમકે દીકરી એટલે સાંપ નો ભારો. દીકરી તો પારકી થાપણ કહેવાય.આપણી ફિલ્મો ની અસર સમાજ પર પડે કે સમાજનુ પ્રતિબીબ ફિલ્મો માં પડે બે માંથી બીજું સાચું લાગે.છેલ્લા થોડા વરસો થી સમાજ થોડોથોડો ભલે બદલાયો હોય,બાકી આજ થી 25 વર્ષ પહેલાં સુધી છોકરી ને જલ્દી પરણાવી દેવા ની પ્રથા તો હતીજ.હજુ આજે પણ કોઈ