સમાંતર ભાગ - ૯આગળના ભાગમાં આપણે નૈનેશ અને ઝલકની એકબીજા માટેની લાગણીની નાની ઝલક જોઈ અને સાથે સાથે નૈનેશનું એની પત્ની નમ્રતા તથા ઝલકનું એના પતિ રાજ જોડેનું જોડાણ જોયું. હવે આગળ..*****નૈનેશ અને ઝલકે એક અઠવાડિયા સુધી વાત ન કરવાનું એકબીજાને પ્રોમિસ આપ્યું હોય છે પણ એકબીજાને મનની વાત કહીને હળવાશ અનુભવતા એ બે મિત્રો પોતાના દિલની વાત મોબાઈલમાં અલગ લખીને રાખી મૂકે છે. જેથી અઠવાડિયા પછી એકબીજાને બતાવી શકે. એકબીજા વગર શું વિચારો ઉદ્ભવે છે એ કહી શકે. જોકે અહીંયા એક પ્રશ્ન થાય કે, "શું એ બંને મિત્રો છે.!? અત્યારે તો કદાચ હા, મિત્રો જ.. પણ પછી બની શકે