સ્કેન્ડિનેવિયાની સફરે – 3. હેલસિન્કી અને ઓસ્લો

  • 3.8k
  • 1.3k

સવારે અમારા એપાર્ટમેન્ટમાં ચા-નાસ્તો કરી અમે અમારા હેલસિન્કી કાર્ડ મેળવી લીધા અને હેલસિન્કી કેથેડ્રલ થઇ બંદરે પહોંચ્યા. આ કેથેડ્રલ તે સમયે રીનોવેશન માટે બંધ હતું એટલે અમે બહારથી ફોટા પાડી સૌમેનલીના આઇલેન્ડ જવા માટેની ફેરીમાં બેઠા. સ્ટોકહોમની જેમ જ હેલ્સિન્કીમાં પણ વોટર-વે બહુ અગત્યનો ભાગ ભજવે છે. સમુદ્ર વાટે હેલસિન્કી આવો તો સૌમેનલીના આઇલેન્ડ પહેલા આવે. ફિનલેન્ડમાં એક સમયે સ્વીડનનું રાજ હતું અને સ્વીડ લોકોએ અહીં મોટો કિલ્લો બાંધેલો. પછી સમયની ચઢતી-પડતી સાથે આ કિલ્લામા સ્વીડ, રશિયન અને ફિનિશ - બધા સૈન્યોના હેડ ક્વાર્ટર હતા. આ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે અને લગભગ એક સ્કવેર કિમિ માં પથરાયેલો આઠ દ્વિપનો સમૂહ છે. એમાં પાંચ એક બીજા સાથે જોડાયેલા છે. સૌમેનલીના