ભાગ -6 મોગલ બાદશાહ શાહજહાના ધુળિયા નગર અમદાવાદમા બઘુ સમુસુતરૂ ચાલી રહ્યુ હતુ. એક સમયના કોમી રમખાણોના જન્મસ્થાન ગણાતા દરિયાપુર અને તેની ચાલી પોપટીયા વાડમાં પણ દરેક કોમના લોકો બે રોક-ટોક સંપી જુટીને વ્યાપાર કરતા હતા. લતીફના એન્કાઉન્ટર અને બાબરી-ધ્વંશમાં ડહોળાયેલી શાંતિ તેમજ તે ઘટના પછી થયેલ કોમી રમખાણોના અજંપામાંથી શહેર સંન્યાસ લઇ ચુક્યુ હતુ. છાશવારે કરફ્યુ શબ્દથી ટેવાયેલું અમદાવાદ એકવાર ફરીથી મોદી શાસનમાં શાતિના પાટે ચડી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યુ હતુ. ગોધરા કાંડને પણ વિત્યે 9-10 વર્ષ જેટલો સમય થઇ જતા લગભગ તેને ભુલવાની અણી પર આવેલા શહેરનું રાજકીય ચિત્ર