એક પછી એક રહસ્ય ખૂલી રહ્યા હતા અને આર્યા અચંબિત થઈ રહી હતી. હવામાં તણખલું ફંગોળાતું હોય એમ એનું અસ્તિત્વ અહીંથી તહીં ફંગોળાઈ રહ્યું હતું. એક ક્ષણે તે અનાથ હતી અને બીજી જ ક્ષણે તેની સગી માતા એની સામે ઉભી હતી. પોતાના પરિચયને વારંવાર નવી વ્યાખ્યાઓ મળી રહી હતી. પોતાના કરતાં પણ વિશેષ એને અનિરુદ્ધ ની ચિંતા થતી હતી, એને જ્યારે બધી ખબર પડશે ત્યારે ગુસ્સો કરશે કે ચૂપ થઈ જશે? "હવે હું તમને મમ્મીજી નહીં કહું માત્ર મમ્મી કહીશ, તમે તમારા હૃદય પર જરા પણ બોજ રાખશો નહીં. મને છોડતી વખતે તમારી પરિસ્થિતિ હશે તે હું સમજી શકું