શાપ પ્રકરણ-3 વિજય તો જતો રહ્યો પરંતુ મુકેશભાઇને ફરીથી વર્ષો જુનો સાદ સંભળાવા લાગ્યો. “પ્લીઝ છોડી દો ભાઇ પ્લીઝ” તેને પોતાના કાન બંધ કરી દીધા અને આંખો જોરથી ચીપી દીધી. આંખો બંધ કરવાથી સત્ય થોડુ બદલાઇ જાય છે. **************** “રૂપલ તુ રડે છે?” ટી.વી. જોતા જોતા અચાનક જયેશની નજર રૂપલ સામે પડતા તેણે કહ્યુ. “અરે ના એ તો બસ ખાલી એમ જ.” “એમ જ રૂપલ હવે આપણે બંન્ને એક જ છીએ તારે મારાથી કાંઇ છુપાવવાની જરૂર નથી. તુ મારા પર આટલો ભરોસો કરીને મારી સાથે ચાલી નીકળી અને હવે તુ તારા દિલની વાત મારી સાથે શેર નહિ કરે? બોલ રૂપલ