હેમાલી ખૂબ જ શાંત સ્વભાવની હતી.ના ના પણ એ પહેલા આટલી શાંત ન હતી.પહેલા તો હેમાલી એક હસતી, રમતી બધા જોડે મજાક કરતી એક અલ્લડ છોકરી હતી.પણ ધીરે ધીરે જીવનમાં એક પછી એક એવી ઘટના બની જેને કારણે એ એક શાંત છોકરી બની ગઈ.હેમાલી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી.એટલે તમામ પ્રોફેસરોની એ લાડકી.કૉલેજમા બધા જ એને ઓળખે.હેમાલી જ્યારે કૉલેજનાં પહેલા વર્ષમાં આવી ત્યારે એની માતાનું મૃત્યુ થઈ ગયુ. પછી થોડા સમય પછી એના પપ્પા એ બીજા લગ્ન કર્યા.હેમાલી એ લગ્નથી ખુશ જ હતી પણ નવી આવેલી હેમાલીની માં ખૂબ જ ખતરનાક હતી. હેમાલી પાસે ઘરનું બધુ જ કામ કરાવે.અભ્યાસમાં પણ