હું તારી યાદમાં 2 - (ભાગ -૭)

(19)
  • 3.7k
  • 1
  • 1.4k

રાતના 9:30 વાગ્યા હતા અને હું વિચારતો હતો કે મારે વંશિકાને મેસેજ કરવો જોઈએ કે નહીં. ફાઇનલી નક્કી કરી લીધું કે હવે એને મેસેજ કરું અને એની સાથે વાત કરું. મેં મારું વોટ્સએપ ઓપન કર્યું અને વંશિકાનો કોન્ટેકટ કાઢ્યો. એને એનો ડી.પી. બદલ્યો હતો. કદાચ આજે સવારે જ બદલ્યો હતો કારણકે સવારે મેં જોયું ત્યારે એનો અલગ ડી.પી. હતો. મેં પટકન એને હાઈ લખીને મેસેજ કર્યો અને હું ફોન સાઇલેન્ટ મોડ પર રાખીને મારી છાતી પર રાખીને સુઈ ગયો. 5 મિનિટ જેવો સમય થયો અને મારા ફોનમાં વાઈબ્રેશન થયું અને મેં મોબાઈલ હાથમાં લીધો અને નોટિફિકેશન લાઈટ પર નજર નાખી.