ત્યાંજ બારી પાસે એક અવાજ આવ્યો. અનન્યાએ પિંકુને બાજુમાં બેસાડ્યો અને બારી ખોલવા ઉભી થઇ. બારીને ખોલીને જોયું તો ત્યાં કોઈજ નહોતું. અનન્યાને ફરી રોજની માફક ગુસ્સો આવી ગયો... આવું લગભગ રોજ થતું પણ પોતે આ વાત જાણી નહોતી શકતી કે કોણ તેને આમ રોજ હેરાન કરી રહ્યું છે. તે ફરી પિંકુ પાસે આવી. પ્રેમથી તેની રૂંવાટીમાં હાથ પસવારતી રહી અને તેને એક જોરદાર બળ સાથે ટેબલ પર ઘા કરી દીધું... અનન્યા જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગી. સાથે સાથે રૂમમાં બીજા હસવાના અવાજ પણ ઉમેરાઈ ગયા. વાતાવરણ એકદમ ભયાનક બની ગયું હતું. પિંકુએ થોડા તરફડીયા માર્યા અને પછી પોતાના અંતિમ પ્રાણ