પ્રીંયાશી - 16

(12)
  • 3.4k
  • 2
  • 1.7k

" પ્રિયાંશી "ભાગ-16 જ્યાં મિલાપ રોકાયો હતો ત્યાંથી થોડે દૂર તેની હોસ્પિટલ હતી, જ્યાં તે આગળ સ્ટડી પણ કરતો અને બાકીના સમયમાં તેને ત્યાં પ્રેક્ટિસ કરવાની રહેતી. ઇન્ડિયાથી ગયા પછી ત્યાં સેટ થવામાં થોડો સમય લાગેજ મિલાપને પણ શરૂઆતમાં તો બિલકુલ ગમતું નહિ. પણ હોસ્પિટલના હિસાબે સમય પસાર થઇ જતો હતો. રોજ રાત્રે ઘરે આવીને થાકીને લોથપોથ થઈ જતો ક્યાં ઇન્ડિયાની આરામની જિંદગી અને ક્યાં યુ. એસ.ની બીઝી લાઇફ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક હતો. અહીં બધું જ કામ તેણે જાતે જ કરવું પડતું અને જમવામાં પણ કંઇ બહુ મજા આવતી નહિ. પણ વિચારતો હતો કે ધીમે ધીમે સેટ થઇ જવાશે.