મા, માતા,જનનીઆવીજ એક ક્ષણ હોય સામે અષાઢ ધન હોય ફણગો ફુટે અડકતા જ ભીની-ભીની પવન હોય બોલાવે ધેર સાંજે બાના સમું સ્વજન હોય. -કવિ ઉસનસ ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યુ ત્યારે સૌથી પ્રથમ માતાનું નિર્માણ કર્યું હશે. વાત્સલ્યની મુર્તિ એટલે મા. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને મોટું ને સમજણુ થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઢી, અનેક મુશ્કેલીઓ ભોગવીને બાળકની માવજત કરે છે. “ પહેલી પરમેશ્વરની મુર્તિ જે આપણી પાસે છે તે ખૂદ આપણી મા છે.” –વિનોબા ભાવે. પોતાના બાળકનું લાલન