ચકુડી, સવારનું “જીગર” ફિલ્મનું પેલું સોંગ જ યાદ આવ્યા કરે છે. “પ્રેમ કે કાગજ પે, દિલ કી કલમ સે, પહેલી બાર, પહેલી બાર, મૈને ખત મહેબૂબ કે નામ લિખા”. તને તો ખબર જ છે કે આ ૨૧મી સદી છે. આ સદીનો યુવાન તો ધૂમ સ્પીડ પર ચાલવામાં માને છે. આ યુવાનને ૨ મિનિટમા તૈયાર થતી મેગી જ ભાવે. તો તું આ યુવાન પાસે એવી આશા કઈ રીતે રાખી શકે કે તે પોતાનો પ્રેમ પત્ર લખીને વ્યક્ત કરશે? આપણે તો “I LOVE YOU” ને પણ શોર્ટ કરીને “143” કરી નાખ્યું છે. વોટ્સ એપ પર “Good Morning” નું “gm” અને “Good Night”