સ્ટારડમ અને ડિપ્રેશન

(76)
  • 3.9k
  • 4
  • 1.5k

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,-હરીન્દ્ર દવેસાલું આ 2020નું વર્ષ સાચેમાં ખરાબ છે, સમજાતું જ નથી કે શું થઈ રહ્યું છે. દાવાનળ, કોરોના અને ત્યાર બાદ ચક્રવાત દ્વારા કુદરતે તો આપણને જણાવી દીધું કે મનુષ્ય તું હવે માપમાં આવી જા તો મજા છે, બાકી ક્ષણમાં હું સમગ્ર જગતને મારી ભીંસમાં લઈ એનો વિનાશ કરવાની શક્તિ ધરાવું છું.બૉલીવુડ માટે આ વર્ષ બદ થી બદતર રહ્યું હોવાનું લાગી રહ્યું છે. ઈરફાન ખાન, રિશી કપૂર અને વાજીદ અલીના અવસાન બાદ આજે બપોરે જે સમાચાર આવ્યા એ ખરેખર હૃદયદ્રાવક છે. જાણીતા બૉલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે પોતાનાં