"હા, હા, ને હા, જુઓ ડેડી હું હિમાલય નાં એ ટ્રેકિંગ કેમ્પ માં મારા ફ્રેન્ડસ સાથે જવાની એટલે જવાની જ, ગમ્મે તે થાય. તમે મમ્મી ને કેમ સમજાવતાં નથી?"પગ પછાડીને રીવા બોલી. રીવાએ આવા ધમપછાડા ચાલુ કર્યા ને આજે ત્રીજો દિવસ હતો. "પપ્પા, હવે ટ્રેકિંગ કેમ્પ ની ફી ભરવાની તારીખ પણ કાલે છેલ્લી જ છે.પ્લીઝ, પ્લીઝ, મારાં વ્હાલાં ફી ભરી દો ને.પેલી નુપુર નાં પૈસા કાલે એણે ભરી દીધાં. જો હું નહીં જંઉને તો કોલેજમાં મારી સૌ કેવી કેવી વાતો કરશે...મારા દોસ્તો મને કંજૂસ ને તમને ઓર્થોડોક્સ સમજશે પપ્પા. ને તમે બહુ જ જબરા છો, મને ના પાડવાનું કારણ