આપણે પાછલા ભાગમાં જોયું કે રૂપાલી બી જાય છે પ્રસ્તુત છે આગળનો ભાગ....મોન્ટી એ તેને સાંત્વના આપી. રાવસિંહ તરફ જોયું, તો તે પણ ગભરાઈને મોન્ટી તરફ ભેદી નજરોથી જોઈ રહ્યો હતો. મોન્ટી એ બધાને કામે લાગવાનું કહ્યું. મોન્ટી રૂપાલીને પોતાની સાથે ફેક્ટરી પર લઇ ગયો.ફેક્ટરી પર સાંજ ક્યાં પડી ગઈ તેની બંને ને ખબર જ ન પડી. બંને જણા કામ પૂરું કરીને ઘરે પહોચ્યા. પહોંચતા જ બનેલો બનાવ ને સવારના સમયે ઘટેલ ઘટના યાદ આવી ગઈ. રૂપાલીએ તેની સામે જોયું, ત્યારે મોન્ટી એ ડોળ કરતા કહ્યું : “રાવસિંહ આજે જમવાનું તૈયાર છે ને? ભૂખ લાગી છે અને જો તારા મેડમનું મોં