બસમાં કોલેજ જતા આ બધું વિચારતી રિધિમાંને ખ્યાલ પણ ન આવ્યો ને લાલ દરવાજા આવી ગયું, કંડકટરની બૂમ સાંભળતા જ એ પોતાની વિચારોની દુનિયાથી બહાર નીકળી. બસમાંથી ઉતરીને એ બીજી બસ પકડવા માટે 5 નંબરના પ્લેટફોર્મ પર ગઈ. આજે આ જગ્યા એને એટલી ખુશી ન આપતી હતી. આજે એને અહીંની ચહલ-પહલ પસંદ ન આવી. રિધિમાંની બીજી બે બહેનપણીઓ ત્રિશા અને અંજુ એની પાસે આવ્યા. આજે આ બંનેને પણ અજુગતું લાગ્યું કે દરરોજ પોતાની હસીની સાથે સ્વાગત કરતી રિધિમાં આજે આટલી ચૂપચાપ કેમ છે? પણ આ વાત એ બંનેને સમજ ન આવી. આમ ઘણો વખત વીત્યો તેમ છતા રિધિમાં કઈ ન