પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-46 વૈદેહીને સાડી પહેરવાની સૂચના આપી વૈદેહીનાં જવાબથી ગુસ્સે થઇને માં અંદર જતી રહી. થોડાં વખતમાં છોકરાવાળાં આવી ગયાં. મહેશભાઇ અને ઇન્દીરાબહેને એ લોકોને આવકાર્યા અને ડ્રોઇગરૂમમાં દોરી લાવ્યાં. સાથે વિપુલ પણ હતો. વૈદેહીએ એને જોયો અને એનો ગુસ્સો આસમાને ગયો એનુ મોં લાલ થઇ ગયું. વૈદેહીએ કહ્યું હું વિપુલને જોયો એનું મોં લાલ થઇગયું માંએ એ લોકોને પાણી આપ્યુ પછી ચા નાસ્તો લઇ જવા મને કહ્યું પછી માં પાપા એ લોકો સાથે બેસી ઔપચારીક વાત કરતાં હતાં અને હું ચા નાસ્તો લઇ જઇ ટીપોય પર મૂકીને પાછી મારાં રૂમમાં આવીને બેસી ગઇ મને ખૂબ ગુસ્સો આવેલો હતો.