પ્રિંસેસ નિયાબી - ભાગ 25

(21)
  • 4.2k
  • 3
  • 1.8k

અનાજનો સારો ભાવ ન મળતા ઓનીર અને નિયાબી બીજી જગ્યાએ ગયા. પણ કોઈ ફાયદો થયો નહિ. બે ચાર જગ્યાએ પ્રયત્ન કર્યો. પણ કોઈએ એમનો માલ ખરીદ્યો નહિ. પણ એ લોકો નિરાશ ના થયા. પ્રયત્ન ચાલુ રાખ્યો. ને એમને એક ખરીદાર મળી ગયો. માર્કેટમાં એક વેપારીએ એમનો માલ ખરીદવા તૈયાર થઈ ગયો.ઓનીર: શેઠ આ લો મારો માલ જોઈ ને કહો કેટલા આપશો?શેઠે ચોખા હાથમાં લીધા ને જોયા. પછી બોલ્યો, ભાઈ ૧૫ સોનામહોર આપીશ.શેઠની વાત સાંભળી ઓનીર અને નિયાબી ખુશ થઈ ગયા. ઓનીરે આશ્ચર્ય સાથે પૂછ્યું, શેઠ તમે ખરેખર ૧૫ સોનામહોર આપશો? શેઠ: હા ભાઈ તારો માલ એટલાનો જ છે. પણ હા એનાથી વધારે