રહસ્યમય તેજાબ - પ્રકરણ ૫ (અંતિમ)

(26)
  • 3.1k
  • 3
  • 1.2k

હવે ઇન્સપેક્ટર રાણાને એવું લાગી રહ્યું હતું કે આપણે કેસને કઈ રીતે વાંચવો જોઈએ. હા, કેસ વાંચવાનો જ હતો ને હવે. બધા નિશાનબાજ વ્યક્તિના ચેહરા ફોટામાં બંધ કરી સામે લગાવ્યા હતા. જે બાકી રહેતી વિગત હતી એ કાગળમાં લખેલી હતી. સમય ઘણો વીતી ગયો હતો. ઇન્સપેક્ટર રાણાએ વચ્ચે એક બે કેસ બીજા પણ હેન્ડલ કરી લીધો હતા. અને આ કેસની ફાઇલ ધીમે ધીમે બંધ થઈ રહી હતી. નીતા ભટ્ટના મમ્મી-પપ્પા પણ સુરત છોડીને ગાંધીનગર નીકળી ગયા હતા. ઘરની ચાવી બાજુમાં આપેલી હતી. તેની જાણ સુરત પોલીસ ને કરી દીધી હતી. કોલેજમાં અર્થશાસ્ત્ર કોઈ બીજું લેવા માટે આવી ગયું હતું,