મેહાનો હાથ અનાયાસે જ પોતાની ગરદન પર જાય છે. મેહા સ્વગત જ બોલે છે "આ મંગળસૂત્ર કોઈ જોઈ જશે તો?"મેહાએ મંગળસૂત્ર છૂપાવી દીધું. સિંદૂર કોઈને નજરે ન પડે એવી રીતના વાળને સરખા કર્યાં. મેહા જમીને પોતાના રૂમમાં બેઠી બેઠી અરીસામાં પોતાને જોઈ રહી. મેહાની નજર મંગળસૂત્ર અને સિંદૂર પર જાય છે. મેહાને એક પ્રકારની ખુશી થઈ. ખબર નહીં પણ મેહાને ભીતરથી કંઈક મહેસૂસ થયું. મેહાએ મોબાઈલ લીધો અને રજતને મેસેજ કર્યો."Hi જમી લીધું કે બાકી?"રજત:- "બસ હમણાં જ જમ્યો."મેહાને આશા નહોતી કે રજત રિપ્લાય કરશે.મેહા:- "શું કરે છે?"રજત:- "કંઈ નહીં. આજે તો મારે વહેલાં સૂઈ જવું છે. બહું ઊંઘ આવે છે."મેહા:- "સારું."રજત:- "bye...good night."મેહા:-