એક કડક મિજાજી અધિકારીમાં લાગણી પ્રગટાવનાર આર્યા હતી, હંમેશા એકલા રહેનાર અનિરુદ્ધને બીજાની કાળજી કરતાં શીખવનાર આર્યા હતી. એ અનિરુદ્ધ આર્યાની લાગણીઓ વિષે વિચારવા લાગ્યો હતો. આનંદમિશ્રિત આંસુ સાથે આર્યા માયાબહેન અને બધાને તાકી રહી અને અનિરુદ્ધ સંતોષ સાથે આર્યાને તાકી રહ્યો. દાદીજી અણગમા સાથે બધું જોતાં હતા, એમને બિલકુલ પસંદ ન હતું કે માયાબહેન અને અનાથઆશ્રમની છોકરીઓ આવી હતી, પરંતુ અનિરુદ્ધના નિર્ણય સામે કોઈ બોલી શકતું ન હતું. સાધારણ કપડામાં સજ્જ એ બધાને બીજા મહેમાનો તાકી રહ્યા હતા. અનિરુદ્ધે પોતે ઊભા થઇને માયાબહેન અને બધાને આવકાર્યા. આર્યા તો બધાને ભેટી પડી. એના આનંદનો પાર ન રહ્યો. "આર્યા...