વમળ..! - 2

  • 4.8k
  • 2
  • 1.6k

“વમળ..!” ડૉ.હેરત ઉદાવત (પિડિયાટ્રિશ્યન) પ્રકરણ ૨: પ્રેમ : એક અનોખી હોનારત “પ્રેમની આ શરતમાં ખરો ફસાયો, જીતવા તને નીકળ્યો ને ખૂદ જ લૂંટાયો. “ ઓગસ્ટ- ૨૦૧૫. રાતના આઠ વાગ્યાનો સમય. અરવલ્લીના ડુંગરોની ફરતે મળે એવું ગામ એટલે ધોલપુર. રાજસ્થાનના સીમાડા આ ગામ પછી શરૂ થતા. ૭૦૦ માણસોની વસ્તી ધરાવતું એક મોટું ગામ. ગામના પ્રવેશ પહેલાં વહેતી એક નદી અને એ નદી પર બાંધેલો એક નાનકડો પુલ. નદી જ્યારે તેના પૂર્ણ વહેણમાં હોય ત્યારે તો પાણી પુલની ઉપર થી વહેતું જાય. ગામના ઝાંપે આવેલું ભોળાનાથ નું મંદિર. સવાર સાંજ તેમાં થતી આરતીની ધૂન અને એ શંખનાદ એક અનુપમ શાંતિ અને ભક્તિની