રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૭ સાત્યકીને દ્વંદ્વમાં પરાજય આપી સ્ત્રીઓની ગરિમાનું સમ્માન જાળવાવમાં સફળ રહેલી મેઘના જ્યારે પોતાનાં કક્ષમાં પ્રવેશી ત્યારે એનું સમસ્ત સખીવૃંદ એને અભિનંદન પાઠવવા ત્યાં આવી પહોંચ્યું. મેઘનાને શાંતિથી એકાંતમાં મળશે એમ વિચારી રુદ્ર મેઘનાને મળ્યાં વગર પોતાનાં કક્ષમાં જઈને નિંદ્રાધીન થઈ ગયો. એકતરફ જ્યાં મેઘના જોડેથી મળેલાં પરાજયથી લજ્જિત અને રુદ્ર તથા મેઘના વચ્ચેનાં પ્રેમસંબંધ વિશે જાણ્યાં બાદ ક્રોધિત થયેલો સાત્યકી રત્નનગરીથી ઈન્દ્રપુર જવા પ્રસ્થાન કરી ચૂક્યો હતો તો બીજીતરફ રાજમહેલનાં એક ગુપ્તકક્ષમાં અકીલા પોતાનાં ખાસ ગુપ્તચરો સાથે મંત્રણા કરી રહ્યો હતો. "વિશ્વા, આ ગુપ્ત મેળાપ માટે એકત્રિત થવાનું કોઈ ખાસ કારણ?" પોતાની જમણી તરફ