પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 2)

(20)
  • 3.8k
  • 1.9k

જેની પલકને આમતેમ ગોતી રહી હતી, હોસ્ટેલ રૂમની બધી જ બાજુએ જેનીએ જોઈ લીધું. પણ પલક ક્યાંય જોવા ન મળી. જેનીએ ફોન હાથમાં લઈ પલકને કોલ કર્યો પણ પલકનો જવાબ ન મળ્યો. થોડી વાર થઈને ફરી કોલ કર્યો. પલકે ફોન ઉપાડ્યો ને તરત જ જેની બોલવા લાગી, " બુદ્ધિ છે તને પલક, કીધા વિના ક્યાં પહોંચી ગઈ છે તું, મને જલ્દી કે." " અરે જેની, શાંત થા હું અહીં આપણી નજીકના જ મોના પાર્કમાં આવી છું, સવારે ઊંઘ નહોતી આવતી એટલે ફ્રેશ થવા અહીં આવી, તું ચિંતા ન કર હું હમણાં જ આવી." પલક ગભરાતી હોઈ તેવા અવાજે બોલી. "