વહેલી સવારે જયા એકલી એના પલંગમાંથી ઊઠે છે .હીરા ને ફોન કરી તાત્કાલિક આવવા જણાવે છે. 'સોમેશ વિક -એન્ડ હાઉસમાં નથી ,એને ગાડી પણ નથી .મુખ્ય દરવાજો ખુલ્લો છે. સોમેશ કદાચ પાલનપુર જવા નીકળી ગયો હોય તો હું પાલનપુર જવા નીકળું છું.' એમ કહી એ પાલનપુર જવા નીકળી જાય છે .સાંજ પડવા છતાં કોઇ સમાચાર આવતા નથી જ્યાં ફોન કરીને સોમેશ ના પપ્પાને સોમેશના ગુમ થયા અંગેની હકીકત જણાવે છે. રમણીકલાલ તાબડતોડ પાલનપુર આવી જાય છે. એ આખી રાત જેમ તેમ કરીને પસાર થઇ જાય છે. બીજા દિવસે માઉન્ટ આબુ પોલીસમાંથી પાલનપુર ખાતે સોમેશ પ્રજાપતિ ના 'જયસોમ' બંગલાના લેન્ડલાઇન પર ફોન