બાર ડાન્સર - 7

(41)
  • 5.4k
  • 1
  • 2.6k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 7 “એકદંતાય વક્રતુંડાય ગૌરી તનય ધિમહિ... ગજેશાનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય ધિમહિ...” પાર્વતી જ્યારે ‘લોર્ડ શિવા ડાન્સિંગ ગેરેજ’માં દાખલ થઈ ત્યારે શંકર મહાદેવને ગાયેલી આ ગણેશસ્તુતિનું રિમિક્સ વાગી રહ્યું હતું. મૉન્ટેનો સર એક સ્ટૂલ પર બેઠા હતા. પાછળથી એમના ખભા પર ફેલાયેલાં જુલ્ફાં દેખાતાં હતાં. એમની સામે એક ડઝન જેટલાં નાનાં બાળકો સ્તુતિના રિધમ પર ડાન્સ કરી રહ્યાં હતાં. દરેકના મોં પર સ્મિત કરી રહેલા ગણેશનાં નાનાં નાનાં માસ્ક હતાં ! બધાએ પિરોજી રંગની ધોતી પહેરેલી હતી અને સૌના પેટ કશાકથી ફુલાવેલી કોથળીઓ વડે સરસ મજાનાં દુંદાળા લાગતા હતાં ! આ ડાન્સની રંગત જ કંઈ