“વમળ..!” ડૉ.હેરત ઉદાવત (પિડિયાટ્રિશ્યન) પ્રકરણ ૧ : ખૂન: એક રહસ્યની શરૂઆત “રહસ્યો અંતરમાં પૂરીને કોઈક બેઠું છે, રમત જાણીતી છે,પણ રમનાર કોઈક અદીઠું છે.” વહેલી પરોઢના પાંચ વાગ્યાનો સમય, આખું અમદાવાદ જાણે ઠંડી ની ચાદર ઓઢીને પોઢ્યું હતું. સાબરમતી તેની શાંત ધાર સાથે વહી રહી હતી. રિવરફ્રન્ટ પર સવારે ચાલવા માટે આવનારા સ્વાસ્થ પ્રેમી લોકોની સંખ્યા આજે થોડીક ઓછી જણાતી હતી. ઠંડીનો ચમકારો હતો અને પારો તેના ન્યુનતમ તાપમાન ને અડવાની બસ અણી પર જ હતો. તેવામાં એક 65 વર્ષના વૃદ્ધ કાકા સાબરમતીના બ્રિજ પરથી છાપાંઓનો થપ્પો સાયકલ પર બાંધીને નીકળ્યા. છેલ્લા ૫ વર્ષથી એમનો આ નિત્યક્રમ. મેન ઓફિસથી છાપા