*અનેરો નિઃસ્વાર્થ પ્રેમ*. વાર્તા... ૧૩-૨-૨૦૨૦ આ યુવાની, આ ખુમારી, આ નજાકત, આ નજર, કેટ કેટલાંય નાં દિલ હચમચાવી નાખશે એ કોને ખબર??? કિન્તુ માસૂમ ફૂલ જેવા રૂપને ક્યાં કંઈ ખબર છે??? આ જિંદગી બરબાદ કરશે કોઈ ભ્રમર બનીને જુવાની... આયેશા એક ઉચ્ચ કુળમાં જન્મેલી... ધનાઢ્ય અને રૂઢિચુસ્ત પરિવાર ની એકની એક દીકરી હતી... આયેશા ને વધુ ભણવું હતું તેથી માતા પિતાએ અને મોટાભાઈએ ખુબ જ શિખામણ આપી ને વલ્લભ વિદ્યાનગરમાં હોસ્ટેલમાં ભણવા મૂકી પણ સાથે ધમકી પણ આપી કે આપણાં કુળની મર્યાદા ભંગ કરીશ તો જીવતી નહીં રહેવા દઈએ... એટલે ભણવામાં જ મન લગાવજે અને ભણજે અમે સમય સમયે મળવા