કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૫

  • 3.7k
  • 2
  • 1.6k

કોરોનાની કકળાટ , હાસ્યની હળવાશ – ૫ કોરોના સાથે કબડ્ડી રમતા આજે કેટલામો દિવસ થયો એ પણ યાદ નથી...૨૦ તારીખ પછીની છૂટ માં લોકો એમ બ્હાર નીકળ્યા જાણે વાનખેડે માં મેચ પૂરી થયા બાદ પબ્લિક બ્હાર નીકળતી હોય..એટલે સરકારે પણ કહ્યું ઘરમાં જ પડ્યા રહો...તમે નથી સુધરવાના...સાલું રોજ રવિવાર જેવું લાગે છે...વાંચન માં કંટાળો આવે , ફોલ્મો જોઈ થાકી ગયા , વેબ સિરીઝ જુઓ તો એકલામાં જોવાય એવી હોય...સાલી ઘરમાં બેઠા બેઠા ગાળો પણ ભુલાઈ ગઈ છે , બ્હાર જવાતું નથી , ઘરમાં મન લાગતું નથી , કોઈને કહેવાતું નથી , મનથી સહેવાતું નથી, ઓફીસ ભુલાતી નથી ,