મહેરનો ગુસ્સો તેની નફરત તેના પપ્પા પ્રત્યે ઓછી નહોતો થયો. તેને અહીં બેસી વાતો કરવામાં કોઈ મન નહોતું. મહેરે પરી સામે જોયું. પરીની લાગણીભીની આંખો કંઈક કહી રહી હતી પણ શું તે તેને સમજાતું ના હતું." પરી, છેલ્લો ફાઇનલ રાઉન્ડ પુરો નથી કરવો..?? આ લોકોનું તો કામ છે કોઈની મંજિલ સુધી પહોંચતા પહેલાં જ તેમને નીચે બેસાડી દેવાનું."મહેરનું આવું વ્યકિતવ કોઈને પણ સમજાતું ન હતું. પરીને પણ થોડું અજીબ લાગતું હતું. જે મહેર હંમેશા પરિવારના ગુણગાન ગાઈ રહયો હતો તે મહેર આજે અચાનક જ બદલી કેવી રીતે ગયો. " મહેર, શું થ્ઈ ગયું છે તને....અંકલ તને ફરી આ ઘરમાં લ્ઈને