બહેન ને પત્ર

  • 5.5k
  • 1.3k

આજે પ્રેમલનો અમેરિકા માં છેલ્લો દિવસ હતો. હાર્વર્ડ યુનીવર્સીટીમાં એમ.ટેક.નો એનો કોર્સ, જેના માટે એણે જીવતોડ મેહનત કરી હતી એ પૂરો થઇ ગયો હતો.અને તેની મેહનત નું પરિણામ પણ તેને ગોલ્ડ મેડલ રૂપમાં મળી ગયું હતું. અમેરિકાની બે-વર્ષની આ સફરમાં પ્રેમલે અહીની રીતભાત અને જીવવાની ઢબ ખુબ જ સરસ રીતે શીખી લીધી હતી. અને અહી આસ-પાસના પડોશમાં પણ તે ઘણો વ્હાલો થઇ ગયો હતો. હિન્દુસ્તાનની શાંતિપ્રિય છાપ પ્રેમલે અહી અમેરિકામાં પણ બનાવી રાખી હતી અને તેથી જ એ મિત્ર-મંડળમાં પણ સન્માનપત્ર હતો. હમણાં જ એ મિત્રો તરફથી આપવામાં આવેલી ફેરવેલ પતાવીને પોતાના ફ્લેટ તરફ રવાના થયો હતો. ફેરવેલ માં આજે મિત્રો તરફથી