હોસ્પિટલ માં એક પેશન્ટ ઇમરજન્સી વોર્ડ માં લાવવામાં આવે છે. તેની તબિયત નાજુક હોય છે. ડોક્ટર તેની તપાસ શરૂ કરે છે ખબર પડે છે તેને એક હાર્ટ એટેક આવી ગયો છે ને જો તેની સારવાર સમયસર કરવામાં નહિ આવે તો બીજો એટેક આવી શકે તેમ હતો એટલે ડોક્ટર ખુશી તેને આઇસીયુ માં ભરતી કરે છે ને સાથે આવેલી એક વૃદ્ધ મહિલા ને કાઉન્ટર પર ફોર્મ ભરવા માટે કહે છે. કાઉન્ટર પર જઈ વૃદ્ધ મહિલા એ તેમને માહિતી આપી. કાઉન્ટર પર સિસ્ટર પેલી વૃદ્ધ મહિલા પાસે પચાસ હજાર રૂપિયા જમા કરવાનું કહે છે. વૃદ્ધ મહિલા આ સાંભળી આંખો માં આશુ આવી