ભાગ - 6 માં આપણે જોયું કે, જૈનીષ અને દિશાને સ્કુલમાં અભ્યાસની સાથે ઈત્તર પ્રવૃત્તિ માટે એક પ્રવૃત્તિ પસંદ કરવાની હોય છે. બંને પોતાની મનપસંદ પ્રવૃત્તિ એકબીજાને જણાવે છે અને તેઓ પોતાના માતા પિતાને આ વિશે જણાવી તેમની પરમિશન લેવાનું નક્કી કરે છે. જ્યારે જૈનીષ અને દિશા પોતાની મનપસંદ પ્રવૃત્તિ સંગીત અને નૃત્ય છે એમ પોતાના માતા પિતાને જણાવે છે ત્યારે સૌ પ્રથમ તો બંનેના પિતાના ચેહરા પર અણગમો જોઈને જૈનીષ અને દિશા નિરાશ થઈ જાય છે, અને છેવટે બંનેને જાણવા મળે છે કે આ તો તેમની સાથે માત્ર રમૂજ કરવામાં આવી છે, ત્યારે બંને ખૂબ ખુશ થઈ ગયા. બંનેને