લહેર - 17

(11)
  • 3.2k
  • 1.4k

(ગતાંકથી શરુ) હવે તેને પોતાની કાર સમીરના ઘર તરફ હંકારી મુકી... મનમા અનેક સવાલો હતા પણ એકેયના જવાબો નહોતા... છતા બધા સવાલોને મનમા દબાવી આખરે એક દીકરી હોવાની ફરજ નિભાવવા પહોંચી ગઈ. સમીરના ઘરની ડોરબેલ વાગતા જ તેને થયુ અત્યારે કોણ હશે! મનમા અનેક સવાલો હતા અને તે તેમા ગુચવાઇ ગયો. સમીરના પપ્પા એે દરવાજો ખોલ્યો ... દરવાજે જોતા જ જાણે એક મિનીટ તો શ્વાસ થંભી ગયો તેમનો! દરવાજા પર લહેર હતી. તે તેમને અંદર આવવાનુ પણ ન કહી શકયા. ગળે ડુમો ભરાઇ આવ્યો હતો... લહેરે પુછયુ કેમ છે પપ્પા તબિયત પાણી સારા ને! પણ તેઓ કંઇ બોલી શકે તેવી હાલતમા નહોતા...