અંતિમ વળાંક પ્રકરણ ૧૨ દુબઈથી અમદાવાદ માટે એર ક્રાફ્ટે ટેઈક ઓફ કર્યું ત્યારે ચાલીસ વર્ષના ઇશાનની છાતીમાં એક હળવો થડકાર થયો હતો. રૂપાળી એરહોસ્ટેસને કોરીડોરમાં ટ્રોલી લઈને ફરતી જોઇને ઈશાનની આંખ ઉર્વશીની યાદમાં ભીની થઇ ગઈ હતી. ઇશાન વિચારી રહ્યો.. ઉર્વશીએ પણ તેની કરિયરમાં અઢળક પેસેન્જર્સને આવું ફોર્મલ સ્માઈલ આપ્યું જ હશે ને ? ઇશાન હવે ઉંઘી જવા માંગતો હતો પણ ઉર્વશીની અઢળક યાદો અને વિચારોનો વંટોળ મનમાં આંધી બનીને ઉડી રહ્યો હતો. જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે કે માણસને ખુદનો પડછાયો પણ ટૂકડાઓમાં દેખાવા લાગે છે. ઈશાનની પણ એ જ દશા હતી. તેના દિલનો ટૂકડો ઉર્વશી તેને