૧. બીજો કોઈ વિકલ્પ નથી..! એની ઉંમર લગભગ ત્રણ વર્ષ. નામ એનું ચીંટુ. આજે એના ચહેરા પર મમ્મી-પપ્પા માટે ખૂબ ગુસ્સો હતો. "જ્યારે હોય ત્યારે મોબાઈલ લઈને બેઠા હોય, ને હું મોબાઇલની જીદ્દ કરું, તો એમાં મારો કાંઈ વાંક..? હવે હું નાનો નથી. મને મોબાઈલના રેડિએશન ની કે પછી આંખ પર રીફલેક્ટ થતા કિરણોથી થતા નુક્શાનની ચિંતા સહેજ પણ નથી. આખી દુનિયાના લોકોની ખુશી મોબાઈલમાં છે, એ વાત નક્કી છે....!" આમ વિચારી ચીંટુએ રડવાનું શરૂ કરી દીધું - જે એક માત્ર હથિયાર હોય - કામ લેવાનું! ચીંટુને મોબાઇલ મળી ગયો. જાણે એ માલામાલ થઈ ગયો. ખુશીનો કોઈ પાર નહીં. મનોમન,