જીવનની ભેટ

  • 7.6k
  • 1
  • 2.5k

જીવનની ભેટ લેખક : શ્રી સંજય શાહ પ્રકાશન :ઓએસીસ પ્રકાશન.વડોદરા મૂલ્ય: રૂ. ૪૦૦/- પાના :૩૦૪ અવનવી, પ્રેરણાદાયી ટચુકડી વાર્તાઓનો સંગ્રહ ‘જીવનની ભેટ’ પુસ્તક ખરા અર્થમાં ઓએસીસ સંસ્થાનું સૂત્ર “નવેસરથી ચારિત્ર્ય ઘડતર”સાકાર કરતુ પુસ્તક કહી શકાય. “જીવનની ભેટ” પુસ્તક વાંચી ગયા પછી ખૂબ જાણીતું ભજન યાદ આવ્યું : ‘વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ...અચાનક અંધારા થશે...’ વર્તમાન સમાજની પરિસ્થિતિ કૈક એવી છે કે સમસ્યાઓથી ભરપૂર વાવાઝોડારૂપી જીવનમાં આ પ્રેરણાદાયી ને ટચુકડી વાર્તાઓ એટલે વીજળીના ચમકારામાં મોતીડા પરોવવાની જેમ માનવમનમાં એક ઝબકારા દ્વારા ઉકેલ અને આશા જગવવાની વાત છે.કેમકે લેખકની દીર્ઘ દ્રષ્ટિ બતાવે છે કે અચાનક અંધારા